રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ, ગત્ત વર્ષ કરતા ઓછી આવક જોવા મળી
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી (શુક્રવાર) મરચાની આવક શરૂ થઈ છે, ત્યારે પ્રથમ દિવસે મરચાની સવાસો જેટલી ભારીઓ જોવા મળી હતી. જોકે ગત્ત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાની આવક ઓછી હોવાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું.
રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી (શુક્રવાર) મરચાની આવક શરૂ થઈ છે, ત્યારે પ્રથમ દિવસે મરચાની સવાસો જેટલી ભારીઓ જોવા મળી હતી. જોકે ગત્ત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાની આવક ઓછી હોવાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું. જ્યારે ગત્ત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મરચાં સારા ભાવ મળી રહ્યા હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.
અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે ઓછી આવક
ચાલુ વર્ષે કોરોનાની મહામારીની સાથે અતિવૃષ્ટિ પણ સર્જાઇ હતી. જેને લઇને આ વર્ષે ખેતરોમાં મરચાનું ઉત્પાદન ઓછું થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. અતિવૃષ્ટિને લીધે ખેડૂતોને પણ લાગી રહ્યું હતું કે, ચાલુ વર્ષે મરચાનું ઉત્પાદન ઓછું થવાનું છે. તેમજ યાર્ડમાં પણ મરચાની આવક ઓછી થશે, પરંતુ આજે પ્રથમ દિવસે જ સવાસો જેટલી મરચાની સવાસો ભારીઓ આવતા વેપારીઓ પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.