ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ પ્રાંત અધિકારીની ફરજમાં રૂકાવટ કરનારા સુલતાનપુરના યુવાનની ધરપકડ - ગોંડલના તાજા સમાચાર

ગોંડલ તાલુકા સેવા સદન કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર રાજેશકુમાર આલની ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પની મંજૂરી માટે ઘુસી જઈ તોછડું વર્તન કરી ફરજમાં રૂકાવટ કરનારા સુલતાનપુરના યુવાનની પોલીસે ધરપકડ કરી છે.

ETV BHARAT
ગોંડલ પ્રાંત અધિકારીની ફરજમાં રૂકાવટ કરનારા સુલતાનપુરના યુવાનની ધરપકડ

By

Published : Oct 9, 2020, 12:32 AM IST

રાજકોટ: ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ઘનશ્યામ ગોંડલીયા નામના યુવાને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં અરજી કરી મંજૂરી માંગી હતી, પરંતુ અરજીમાં વિગત અધૂરી હોવાથી પ્રાંત અધિકારીએ વિગતો પૂરી ભરવા અંગે કહ્યું હતું.

ગોંડલ પોલીસ સ્ટેશન

વિગત ભરવાના બદલે ઘનશ્યામ ફરી ઓફિસમાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી સાથે તોછડું વર્તન કરી બ્લડ ડોનેશન કેમ્પની મંજૂરી આપવા દબાણ કર્યું હતું. જેથી પ્રાંત અધિકારીની ફરજમાં રૂકાવટ પેદા થઇ હતી.

આ અંગે ડેપ્યુટી કલેક્ટર આલ દ્વારા સીટી પોલીસને જાણ કરાતાં પોલીસે ડેપ્યુટી કલેક્ટરની ફરિયાદના આધારે સુલતાનપુરના ઘનશ્યામ ગોંડલીયા સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details