રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીનો 2 ઓગસ્ટના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ દ્વારા મુખ્યપ્રધાનના જન્મદિવસે ખાસ ભેટ આપવામાં આવશે. રાજકોટ મહાનગપાલિકા દ્વારા રૂપાણીના જન્મદિવસે ખાસ અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે.
મુખ્યપ્રધાનના જન્મદિવસે રાજકોટ આપશે ખાસ ભેટ, અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનો કરશે શુભારંભ - વિજયભાઈ રૂપાણી
રાજકોટઃ આગામી 2 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો જન્મ દિવસ છે. ત્યારે 2 ઓગસ્ટના દિવસે રાજકોટમાં મનપા દ્વારા અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનો શુભારંભ થશે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલ 47 એકરની વિશાળ જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન રૂપાણી પણ આ દિવસે અર્બન પ્રોજેક્ટમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરાવશે.
rjt
રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં 47 એકરમાં અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે. આ ફોરેસ્ટમાં ઓછી કિંમતના અલગ-અલગ 22,995 જેટલા વૃક્ષઓનું વાવેતર કરવામાં આવશે. અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટમાં પ્રથમ મુખ્યપ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરાવીને પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ રાજકોટમાં સેવા સેતુનો કાર્યક્રમ 2 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.
Last Updated : Jul 30, 2019, 7:17 PM IST