ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મામલે કિસાન સંઘનું આવેદન - રાજકોટ કલેક્ટર

ઔદ્યોગિક પ્રદૂષણથી જળજમીનનું નુકસાન અને તેને લઇને માનવજીવનમાં વધતાં રોગો એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રદૂષણમુક્ત રહેવા લોકોની કોશિશ અને સરકારી તંત્રની પ્રદૂષણ નિયંત્રણ માટે નિયમો બનાવી ખસી જવાની નીતિ, આ બંને વચ્ચે પ્રદૂષણ કરતાં એકમો તગડો રુપિયો કમાતાં રહે છે. રાજકોટના કુચીયાદડ અને સાતડા ગામમાં ફેક્ટરીથી ફેલાયેલાં પ્રદૂષણને લઇને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મામલે કિસાન સંઘનું આવેદન
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મામલે કિસાન સંઘનું આવેદન

By

Published : Jul 24, 2020, 1:22 PM IST

રાજકોટ: રાજકોટ કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે રાજકોટ તાલુકાના કુચીયાદડ અને સાતડા ગામમાં રસાયણિક દવા બનાવવાની ફેક્ટરી આવેલી છે. આ કારખાનામાં તૈયાર થયેલી દવા બાદ તેનું પાણી જમીનમાં ઉતારવામાં આવે છે. જેને લઇને વિસ્તારની આસપાસની જમીનને નુકસાન થયું છે.

જેથી તાત્કાલિક ધોરણે ફેક્ટરી બંધ કરવામાં આવે તેવા માગ કરવામાં આવી રહી છે. જેને લઈને આજે રાજકોટ કિસાન સંઘ તેમજ ગ્રામજનો દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મામલે કિસાન સંઘનું આવેદન

ABOUT THE AUTHOR

...view details