માનવ આયોગે 10 જીવિત મહિલાઓને બતાવી સતી, મહિલા કોંગ્રેસનો વિરોધ - RJT
રાજકોટઃ ગુજરાત માનવ અધિકાર અયોગ દ્વારા જાહેર કરાયેલા પોતાના એક અહેવાલમાં 10 જીવિત મહિલાઓને સતી બતાડવામાં આવી હતી. જેને લઈને આજે ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રી બા વાઘેલાની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
![માનવ આયોગે 10 જીવિત મહિલાઓને બતાવી સતી, મહિલા કોંગ્રેસનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3497418-thumbnail-3x2-sss.jpg)
રાજ્યના માનવ અધિકાર અયોગ દ્વારા 10 વર્ષમાં 10 જેટલી જીવતી મહિલાઓને સતી દર્શાવવામાં આવી હતી. જો કે, આ મામલે અયોગના ધ્યાને આવતા તાત્કાલિક આયોગના સચિવ દ્વારા ભૂલ સ્વીકારમાં આવી હતી, પરંતુ આ મામલે મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આયોગ દ્વારા 10 જેટલી મહિલાઓને સતી દર્શાવીને સમગ્ર નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે. જેને લઈને જે અધિકારી દ્વારા આ ગંભીર ભૂલ કરવામાં આવી છે. તેના સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તો મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવામાં આવ્યું હતું.