ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરમાં અસામાજિક તત્વો હવે ઝટ સાણસામાં આવશે, જેટ આઈ પ્રોજેકટનું લોકાર્પણ - જેતપુર

ટેકનોલોજીની દેનથી આધુનિક સમયમાં મોટાભાગના ગુનાઓના પગેરાં મળી જતાં હોય છે. તેવી એક ટેકનોલોજીમાં સીસીટીવી નેટવર્ક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. રાજકોટના જેતપુરમાં દિનદહાડે અસામાજિક તત્વોની બૂમરાણ ઉઠતી હોય છે ત્યારે હવે તેમ કરવું તેવા તત્વોને ભારે પડશે. કારણ કે જેતપુરમાં 48 સીસીટીવી કેમેરાથી નિરીક્ષણ કરતો જેટ આઈ પ્રોજેક્ટ લોકાર્પિત કરી દેવામાં આવ્યો છે.

જેતપુરમાં અસામાજિક તત્વો હવે ઝટ સાણસામાં આવશે,  જેટ આઈ પ્રોજેકટનું લોકાર્પણ
જેતપુરમાં અસામાજિક તત્વો હવે ઝટ સાણસામાં આવશે, જેટ આઈ પ્રોજેકટનું લોકાર્પણ

By

Published : Jul 24, 2020, 8:40 PM IST

જેતપુરઃ જેતપુર શહેર પોલીસ સ્ટેશન તેમ જ લોક ભાગીદારીમાં કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડૂક, રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા જેટ આઈ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો થાય તેમ જ ગુનેગારો પર લગામ ખેંચવા શહેરના એન્ટ્રી, એક્ઝિટ તેમ જ શહેરના મુખ્ય 48 પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે અને સિટી પોલીસ સ્ટેશનમાં જેટ આઈ રૂમ બનાવવામાં આવ્યો છે.

જેતપુરમાં અસામાજિક તત્વો હવે ઝટ સાણસામાં આવશે, જેટ આઈ પ્રોજેકટનું લોકાર્પણ

આ પ્રોજેક્ટ કાર્યરત થતાંં 48 પોઇન્ટ પર સીધું જ પોલીસ સ્ટેશનથી શહેર પર નજર રાખવામાં આવશે. આ જેટ આઈ પ્રોજેકટમાં પોલીસ સાથે જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીગ એસો, વેપારી એસો, નગર પાલિકા સાથે રહી આ પ્રોજેકટ પૂરો થયો છે અને આ કાર્યક્રમમાં શહેરના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેતપુરમાં અસામાજિક તત્વો હવે ઝટ સાણસામાં આવશે, જેટ આઈ પ્રોજેકટનું લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details