રાજકોટઃ રાજ્યમાં લાંચિયા કર્મચારીઓ (Anti Corruption Bureau )બેફામ બન્યા છે અને સરકારી કચેરીઓમાં વિવિધ કામ કરી આપવા અંગે મોટી લાંચની માંગણીઓ કરતા હોય છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં(Rajkot Municipal Corporation ) ફરજ બજાવતો કર્મચારી પણ રૂ.40 હજારની (Rajkot fire department employee caught taking bribe )લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપી પાડ્યો છે. હાલ આ મામલે લાંચિયા આરોપી કિરીટ હરપાલભાઈ કોલીની ACB દ્વારા( Rajkot ACB Police)વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગનો કર્મચારી રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા મનપા કચેરીમાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ આ મામલે ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
NOC માટે માંગી હતી રૂ. 50 હજારની લાંચ
કિરીટ કોલી નામનો શખ્સ રાજકોટ મનપાના ફાયરવિભાગમાં સ્ટેશન(Fire Department of Rajkot Municipal Corporation ) ઓફિસર વર્ગ 3ના પદ પર ફરજ( fire department employee was caught taking bribes )બજાવી રહ્યો હતો. જ્યારે આ શખ્સે બે ટાવર બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇકવિપમેન્ટ લગાડવાનું કામ રાખ્યું હતું. જે કામ પૂર્ણ થઈ ગયા બાદ ફાયર NOC લેવા માટે ફાયરવિભાગમાં અરજી કરી હતી. આ NOC તૈયાર થઈ ગઈ હોય તે આપવા માટે શખ્સે અરજદાર પાસે એક ટાવર બિલ્ડીંગના રૂ.25 હજાર લેખે રૂ.50 હજારની માંગણી કરી હતી. ત્યારબાદ મામલે રકઝક થતા રૂ.40 હજારમાં NOC આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ફાયર સ્ટેશન કચેરીમાં લાંચ લેતા ઝડપાયો
ફાયર વિભાગના કર્મચારીએરૂ.40 હજારમાં કિરીટ કોલીએ અરજદારને NOC આપવાનું નક્કી કર્યું હતું. જે મૂજબ અરજદારે લાંચ ન આપવી હોય તેના માટે રાજકોટ ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB દ્વારા આ સમગ્ર મામલે છટકું ગોઠવ્યું હતું અને કિરીટ કોલી નામનો શખ્સ રાજકોટ મનપા કચેરીના પાછળના ભાગમાં આવેલા ફાયર સ્ટેશનમાં રૂ.40 હજાર લેતા રંગેહાથે ઝડપાયો હતો. હાલ ACBએ આ મામકે વધુ કાર્યવાહી હાથધરી છે.Body:Approved by Bharat sir
આ પણ વાંચોઃSunni Waqf Board Claims On Bet Dwarka: વક્ફ બોર્ડે આવો દાવો કર્યો જ નથી, સામે આવી પ્રતિક્રિયા
આ પણ વાંચોઃCorona Fear in Students : કોરોના વધતા વાલીઓ સંમતિપત્ર પાછાં લેવા માંડ્યાં, શાળાઓમાં 20થી 35 ટકા હાજરી ઘટી