ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત - રાજકોટ તાજા સમાચાર

હાલમાં રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટએટેક આવવાની ઘટનાને પગલે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ક્રિકેટ રમીને ગ્રાઉન્ડ ઉપર બેઠેલા વધુ એક યુવાનનું  હાર્ટએટેકના કારણે મોત થયું છે. છેલ્લા 20 દિવસમાં આ ત્રીજી ઘટના છે. જ્યાં નાની વયના યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. નાની ઉંમરમાં યુવાનનું મોત થતા પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.

Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત
Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

By

Published : Feb 19, 2023, 6:03 PM IST

Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

રાજકોટ:રાજકોટના માધવરાય સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત અલગ અલગ ટિમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ રહી છે. તેમાં 31 વર્ષનો હાર્દિક ચૌહાણ નામનો યુવાન પણ મેચ રમી રહ્યો હતો. જે દરમિયાન તેને 18 બોલમાં 30 રન ફટકાર્યા હતા. ત્યારબાદ તે આઉટ થઈને ગ્રાઉન્ડ ઉપર બેઠો હતો. ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે ગ્રાઉન્ડમાં જ બેભાન થઈ ગયો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ તેના મૃતદેહનું પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Ahmedabad News : કામના ભારણથી કંટાળી AMC ના આસિસ્ટન્ટ ઓફિસર થયા ગુમ, છેલ્લી ચિઠ્ઠીમાં કર્યા આક્ષેપ

રાજકોટમાં સત્તત ત્રીજી ઘટના: રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા યુવાનોમાં હાર્ટએટેક આવવાની આ ત્રીજી ઘટના છેલ્લા 20 દિવસમાં જોવા મળી રહી છે. અગાઉ રાજકોટમાં ડીસાથી આવેલા યુવાનો શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમ્યા બાદ મોત નિપજ્યું હતું. જ્યારે એ અગાઉ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતા યુવાનને પણ ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેક આવવાની ઘટના બની હતી. જેમાં પણ યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે આ જ પ્રકારની ઘટના આજે ફરી બની છે. મૃતક યુવાન રાજકોટના એક અખબારમાં નોકરી કરતો હતો. જેના કારણે મીડિયા જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

આપણી જીવન શૈલી જવાબદાર: આ ઘટના અંગે રાજકોટનાં જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તૈલીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી આવી ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે. જ્યારે આટલી યુવાન વયે હાર્ટ એટેક અવવો અને તત્કાળ મૃત્યુ થયું એના માટે સૌથી અગત્યનું પરિબળ છે આપણી જીવન શૈલી, જેમાં અતિશય તણાવભર્યું જીવન, અનિયમિત ખોરાક, અલગ પ્રકારનો ખોરાક આ તમામ બાબતો આના માટે જવાબદાર છે. એવામાં બીજી બાબત ધ્યાનમાં આવી રહી છે કે જે સ્પોર્ટ્સ પર્સન છે અને તેમને સ્પોર્ટ્સ કરતા કરતા અથવા જિમ કરતા કરતા હાર્ટ એટેક આવે છે. જે આપણને નવી બાબતોમાં જાગૃત થવાની સૂચના આપે છે.

આ પણ વાંચો:Junagadh news: ડો. અતુલ ચગની આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર, સાંસદ રાજેેશ ચુડાસમા સામે પુત્રે કરી અરજી

હૃદય અને શારીરિક ક્ષમતા તપાસવી જરૂરી: ડો તૈલીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઇપણ ઉંમરે સ્પોર્ટ્સ રમવાનું શરૂ કરવાનું માગે છે અથવા જિમ જોઈન કરવા માંગે છે તો એને સૌપ્રથમ પોતાના હૃદયની અને શરીરની ક્ષમતા ચકાસી લેવી જોઈએ. જેમાં ખાસ કરીને આપણે ખાસ કરીને 25થી 30 વર્ષ પછી જે રમત સાથે આપણે ક્યારેય નિયમિત રીતે જોડાયેલા નથી. એ રમત જો આપણે એકાએક શરૂ કરવી હોય તો એવું પણ બની શકે કે આ વસ્તુ આપણું હૃદય એકાએક ખમી ન શકે અને હાર્ટએટેક આવી જાય છે. તો આવનાર સમયમાં એક સપોર્ટ પર્સન માટે સપોર્ટમાં જોડાતા પહેલા એમના હૃદયની અને શારીરિક ક્ષમતાની તપાસ થાય તે અતિ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details