રાજકોટઃ ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોરોનાના કેસોમા દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાના મૃત્યુનો આંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં શનિવારે સાંજ સુધીમાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રવિવારે વહેલી સવારે કોરોનાથી 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
ગોંડલના વધુ એક કોરોના દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત
ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાના મૃત્યુનો આંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં શનિવારે સાંજ સુધીમાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. રવિવારે વહેલી સવારે કોરોનાથી 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રામેશ્વર પાર્કમાં વૃદ્ધ મહિલાનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને વધુ સારવાર માટે રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મહિલાાનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અત્યાર સુધી ગોંડલ શહેરમાં કુલ 41 તેમજ ગ્રામ્યમાં 26 મળીને કુલ 67 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 38 દર્દીઓ કોરોનાને મંહાત આપીને સાજા થયા છે, તો અત્યાર સુધી કોરોનાથી કુલ 3 દર્દીઓનુ મોત નિપજ્યું છે.