રાજકોટ: હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ વાઇરસ પશુમાં દેખાયો નથી, જેથી પહેલેથી જ સાવચેતી રાખવામાં આવી છે. જેથી આ વાઇરસ પશુઓમાં ફેલાય નહીં.
રાજકોટ: ભગવતી ગૌશાળામાં ગાયોને સેનેટાઈઝ કરાઈ - corona latest news
કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક આવેલી ભગવતી ગૌશાળામાં રહેલી ગાયોને સેનેટાઇઝ કરવામાં આવી હતી.
જેને લઈને રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલી ભગવતી ગૌશાળા દ્વારા પોતાની ગૌશાળામાં હાલ રાખવામાં આવેલી ગાયોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. બીજલભાઈ ચાવડિયા દ્વારા આ અનોખું કાર્ય કરવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, હાલ માનવોમાં આ મહામારી બેકાબૂ થઈ રહી છે, ત્યારે અબોલ પશુઓ આ મહામારીની ઝપેટમાં ન આવે તે માટે અમે ગાયોને સેનેટાઇઝ કરી છે. જેથી કરીને તેમને કોરોના વાઇરસનો ચેપ લાગે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળામાં અંદાજીત 20 કરતા વધુ ગાયોને રાખવામાં આવી છે. આ તમામ ગાયોને હાલ સેનેટાઇઝ કરવામાં આવી છે.