ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ મુજબનો ગુનો નોંધાયો - Gujarat Police

ગોંડલ જેતપુર રોડ પર આવેલા રાજનગરમાં રહેતા અને બેકરીનો વ્યવસાય કરતા યુવાને વ્યાજખોરો પાસેથી 10 ટકા મુજબ વ્યાજ વસૂલ કરી વધુ વ્યાજની માગ સાથે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ છે.

ગોંડલમાં વ્યાજખોરો પર મની લેન્ડર્સ એકટ મુજબનો ગુનો નોંધાયો
ગોંડલમાં વ્યાજખોરો પર મની લેન્ડર્સ એકટ મુજબનો ગુનો નોંધાયો

By

Published : Jan 13, 2021, 4:02 PM IST

  • વ્યાજખોરોની તપાસ દરમિયાન 60 જેટલા બ્લેન્ક ચેક મળી આવ્યાં
  • 29 નંગ 100 રૂપિયાના બ્લેન્ક સ્ટેમ્પ પેપર મળી આવ્યાં
  • એક વ્યાજખોરે મુકેશના નામે બ્રેઝા કાર છોડાવી લીધી હતી
  • વ્યાજખોર ફરિયાદી પાસે કારનો 15,500/- નો માસિક હપ્તો પણ ભરાવતો હતો

    ગોંડલઃ ગોંડલના જેતપુર રોડ પર આવેલ રાજનગરમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે હરભોલે બેકરી નામે દુકાન ચલાવતા મુકેશ વસાણીએ ગોંડલ શહેરના નયન જગદીશભાઈ બતાડા, કેતન ઉર્ફે કે.કે. કાળુભાઈ ડાંગર, જગદીશ ઉર્ફે જગો વસંતભાઈ ચાવડીયા, સાગર રાજુભાઈ જાટિયા, અને જયરાજ કેસુરભાઈ ભેડા રહે.વાડસડા વાળાઓ પાસેથી રૂપિયા 5,85,000 /- દસ ટકા વ્યાજે લીધેલા હતાં. સમયસર વ્યાજ અને રકમ ભરવા ઉપરાંત પણ વધુ વ્યાજની માગ સાથે જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરો આપતાં હતાં.
    વ્યાજખોરોની તપાસ દરમિયાન 60 જેટલા બ્લેન્ક ચેક મળી આવ્યાં


  • ગુજરાત મની લેન્ડર્સ એકટ મુજબ ગુનો નોંધાયો

    મુકેશના પિતા ઠાકુરદાસ દ્વારા ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ipc કલમ 384, 387, 504, 506 2 તેમજ 114 તથા ગુજરાત મની લેન્ડર્સ એકટ 2011ની કલમ મુજબ ગુનો નોંધાયો છે. વધુમાં પોલીસ અધિકારીએ મીડિયા મારફત જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હોય તો લોકો આગળ આવે અને પોલીસ સ્ટેશન પર ફરિયાદ આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details