- સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વસીમ રિઝવી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ
- વસીમ રિઝવી દ્વારા કુરાનની 26 આયતોને હટાવવા માટે કરવામાં આવી છે સુપ્રીમમાં અરજી
- વસીમ રિઝવી યુપી શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન છે
રાજકોટઃ જિલ્લાના જેતપુર નવાગઢના સુન્ની મુસ્લીમ જમાતના લોકો સમાજના આગેવાનો તથા રાજકીય પક્ષના અગ્રણીઓ દ્વારા વસીમ રિઝવી વિરુદ્ધ જેતપુર સિટી પોલીસના ફરજ પરના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી હોય તેવું પણ જણાવવામાં આવ્યું હતું. વસીમ રિઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી 26 આયતોને હટાવવા સંબંધિત સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. વસીમ રિઝવી યુપી શિયા વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
લોકોની ઠેસને લાગણી પહોંચાડી
મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોષ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ વસીમ રિઝવી નામના વ્યક્તિએ ભારતની શાંતિ તથા બિનસાંપ્રદાયિકતાના અભિગમને વરેલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી ભારતની ભૂમિમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી રહ્યો છે.