- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી મુદ્દે નવો નિર્ણય
- ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં: ખાનગી શાળા
- 15મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની જાહેરાત, ફી નહીં તો શિક્ષણ નહીં - rajkort news
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. જેને પગલે 15મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો છે.
online
રાજકોટઃ રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેની ફી પણ લેવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત રાજ્યની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી મુદ્દે નવો નિર્ણય જાહેર કરવામાં અવ્યો છે. જેમાં વાલીઓ ફી નહીં ભરે તો તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ નહિ આપવામાં આવે.