ગુજરાત

gujarat

ETV Bharat / state

જામકંડોરણામાં થેલીમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો - Baby abandoned in India

રાજકોટના જામકંડોરણામાં થેલીમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી (Abandoned newborn)આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે108 મારફત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જામકંડોરણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામકંડોરણામાં થેલીમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જામકંડોરણામાં થેલીમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

By

Published : May 26, 2022, 3:26 PM IST

રાજકોટઃકહેવાય છે 'છોરૂ તો કછોરૂ થાય, પણમાવતર કમાવતર ના થાય' આ કહેવત હવે ઘોર કળિયુગીમાં ખોટી પડી છે. કારણ કે આજકાલ નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે ફરી માનવતાને શર્મસાર (Abandoned Newborn in Rajkot )કરતી ઘટના રાજકોટના જામકંડોરણામા સામે આવી છે. જ્યાં જામકંડોરણામાં થેલીમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું (Abandoned newborn)હતું. આ મુદ્દે પોલીસે 108 મારફત બાળકને સારવાર માટે ખસેડી નવજાતના માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃDead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

શિશું થેલીમાં ત્યજેલી હાલતમાં પડયું -આ અંગે 108ના EMT કપિલ પંડ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે, સવારે 7:50 વાગ્યે અમને જામકંડોરણા પોલીસમાંથી ફોન આવ્યો હતો કે, જામકંડોરણાથી ખજૂરડા રોડ ઉપર આવેલી પગલીયા પીર દરગાહમાં એક નવજાત શિશું થેલીમાં ત્યજેલી હાલતમાં પડયું છે. જેથી અમે લોકો ટીમ સાથે તુરંત જ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે બાળક અમને મળ્યું એ વખતે ખૂબ જ લોહી લુહાણ હાલતમાં હતું.

આ પણ વાંચોઃAbandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું

પોલીસે શોધખોળ હાથ ધરી -સમગ્ર બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેથી સૌ પ્રથમ અમે તેને 108માં પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી અને ત્યારબાદ જામકંડોરણા CHCમાં લઈ ગયા હતા. હાલ બાળક રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. અમે પહોંચ્યાએ પહેલા તેના શરીરમાંથી ઘણું બધુ લોહી વહી ગયું હતું. પ્રાથમિક સારવાર સામે આવ્યું છે કે આ નવજાત દીકરાને જન્મ થયાને માત્ર 24 થી 30 કલાક જ થયા છે ત્યારે નોંધનીય છે કે હાલ જામકંડોરણા પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, જન્મજાત શિશુને ત્યજી દેનાર દયાહીન માતા-પિતાની પણ હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details