- રાજકોટ જિલ્લાના એક નાના ગામ આનંદપરામાં પાઈલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
- ડેરી ક્ષેત્રના ખેડૂતોને ઘર આંગણે ચૂકવણી માટે અમૂલનું માઈક્રો ATM શરૂ કરાયું
- દૈનિક 130થી 140 કરોડ રૂપિયાની ડિજિટલ ચૂકવણી કરી રહી છે
રાજકોટ: જિલ્લાનું એક નાનુ ગામ આનંદપરા કે જેની વસતી આશરે 4,000ની છે અને ત્યાં દૈનિક 2,000 લીટર દૂધ સંપાદિત કરાય છે. રાજકોટ દૂધ સંઘની આનંદપરા ગ્રામ દૂધ સહકારી મંડળીએ દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે પ્રથમ માઈક્રો ATM પેમેન્ટ સેન્ટર સ્થાપીને ડિજિટાઈઝેશનનો નવો માર્ગ અપનાવ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને ડિજિટાઈઝ કરવા માટેનાં નક્કર પગલાં ભર્યાં છે. ગ્રામ સહકારી મંડળીઓમાં વહેલામાં વહેલી તકે અમૂલ માઈક્રો ATM પ્રોજેકટ શરૂ કરી દેશે.
આ પણ વાંચો:GCMMFના સભ્ય સંઘો તમામ ગ્રામ સહકારી મંડળીઓમાં અમૂલ માઈક્રો ATM પ્રોજેક્ટ શરૂ કરશે
દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામલીયાએ આનંદપરા ગામના ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતોની ગ્રામ મંડળીના સભ્યો માટે AADHAR કાર્ડ આધારિત અમૂલ માઈક્રો ATM સુવિધાનુ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ સભાસદ દૂધ મંડળીની મુલાકાત લઈને અમૂલ માઈક્રો ATM મારફતે નાણાં ઉપાડી શકે છે અને તુરત જ નાણાં મેળવી શકે છે. સભ્યો માટે આ વ્યવસ્થા મોટી રાહત સમાન બની છે. કારણ કે, તેમને બેન્કની મુલાકાત લેવામાં સમય બગાડતો હતો. તે હવે દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે.