રાજકોટ: કોરોના સમય દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં વેન્ટિલેટરની અછત જોવા મળી હતી. જેને લઈને રાજકોટની જ્યોતિ CNCએ અન્ય સંસ્થાઓ સાથે મળીને કોવિડના દર્દીઓ માટે સસ્તું અને ઝડપી વેન્ટિલેટર સૌપ્રથમ તૈયાર કર્યું હતું. આ વેન્ટિલેટર તૈયાર કર્યા બાદ તે સરકારના પરીક્ષણમાં પણ પાસ થયું હતું. જે બાદ તેને કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયું હતું, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા રાજ્ય સરકારને ધમણ 1 મામલે એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ધમણ 1એ કોવિડ સિવાયના અને અતિ ગંભીર દર્દીઓ માટે જોઈએ તેવી કામગીરી નથી આપતું.
વેન્ટિલેટર વિવાદ વચ્ચે ધમણ-3 રહ્યું સફળ, ETVની ખાસ વાતચીત - કોવિડ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને શ્વાસ લેવા માટે સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે. જેમાં ઘમણ એટલે કે વેન્ટિલેટરનો ઉપયોગ થાય છે.આ વચ્ચે જ્યોતિ CNCના મલિક પરાક્રમસિંહ જાડેજાએ ધમણ 3 જલ્દીથી જ બજારમાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરાક્રમસિંહ જાડેજાએ આ અંગે ETV BHARAT સાથે વાતચીત કરી હતી.
આ પત્ર બાદ ધમણ 1 વેન્ટિલેટર મામલે ગુજરાત સહિત દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. વિપક્ષે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને ધમણ 1 મામલે ઘેરવામાં આવી હતી. અંતે આશરે સરકારે પણ આ મામલે ચોખવટ કરવી પડી હતી. હજૂ પણ રાજ્યની અલગ અલગ કોવિડ અંદાજીત 800 જેટલા હોસ્પિટલમાં ધમણ 1 કાર્યરત છે.
શુક્રવારે જ્યોતિ CNCના મલિક પરાક્રમસિંહ જાડેજાએ ધમણ 3 જલ્દીથી જ બજારમાં આવશે, તેવી જાહેરાત કરી હતી. ધમણ 3 માટેની જરૂરી તમામ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. સરકારની પરીક્ષામાં પણ તે સફળ રહ્યું છે. આ અંગે ETV BHARAT દ્વારા પરાક્રમસિંહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમને અગાઉ થયેલા ધમણ 1 અંગેના વિવાદ અને ધમણ 3માં શુ નવી ટેકનોલોજી છે? તે અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.