રાજકોટ:રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જાડેજાએ અંબાજી ખાતે ધરવામાં આવતા મોહનથાળના ભોગ-પ્રસાદને બંધ કરવાની હિલચાલને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બાબતમાં તેમણે જણાવ્યું છે કે આ મોહનથાળનો ભોગ-પ્રસાદ બંધ કરવાની વાતને લઈને ભક્તોમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને અહીં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનારા લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની જે વાત છે એ યોગ્ય નથી. તેવું જણાવ્યું છે.
ભક્તોની લાગણીને ઠેસ:શક્તિપીઠ અંબાજી મંદિરની અંદર છેલ્લા થોડા સમયથી માતાજીને ધરાવવામાં આવતો મહાપ્રસાદ જે રાજભોગથી ઓળખાય છે. એવો શુદ્ધ ઘી નો મોહનથાળ દેવસ્થાન ટ્રસ્ટ સમિતિએ મનસ્વી નિર્ણય લઈને અચાનક જ બંધ કરી દીધો છે. આ બાબતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજા વિરોધ દર્શાવે છે. આ બાબતે વધુમાં તેમને જણાવ્યું છે કે લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓનું પ્રતિક છે. એવો આ મહાપ્રસાદ બંધ કરાવતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.જે.પી. જાડેજા
આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે