ગુજરાત

gujarat

ETV Bharat / state

નોન આલ્કોહોલિક બિયરમાંથી આલ્કોહોલ મળી આવ્યું! કુલ ચાર જેટલા સેમ્પલ થયા ફેઇલ

રાજકોટ: જિલ્લાના મનપાએ લીધેલા નોન આલ્કોહોલિક બિયરના સેમ્પલમાંથી આલ્કોહોલ મળી આવ્યું.રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં નોન આલ્કોહોલિક બિયરનું વહેંચાણ થઇ રહ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ નોન આલ્કોહોલિક બિયરના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણમાં મોકવામાં આવ્યા હતા. જેમાં બિયરમાંથી આલ્કોહોલની હાજરી મળી આવતા સેમ્પલને ફેઈલ જાહેર કરવામાં આવ્યા હતા.

નોન આલ્કોહોલિક બિયરમાંથી આલ્કોહોલ મળી આવ્યું

By

Published : Aug 3, 2019, 1:34 AM IST

રંગીલા રાજકોટમાં હાલમાં નોન આલ્કોહોલિક બિયરનું ધૂમ વહેંચાણ થઈ રહ્યું છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ અલગ અલગ કંપનીના નોન આલ્કોહોલિક બિયરના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી વેનપુલ નોન આલ્કોહોલિક બિયરના ટીનમાંથી આલ્કોહોલની માત્ર મળી આવી હતી. તેમજ અન્ય ત્રણ નોન આલ્કોહોલિક બિયરના ટીન પર FSSAI લોગો તેમજ લાઇસન્સ દર્શાવેલ ન હોય કુલ ચાર જેટલા સેમ્પલને ફેઈલ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ શ્રાવણ મહિનાને લઈને શહેરના વિવિધ ફરસાણ તેમજ મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 211 કિલોગ્રામ જેટલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ મળી આવતા તેની નાશ કરીને 19 જેટલા આસામીઓને નોટીસ ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details