ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ, એશ્વર્યા મજમુદારની રમઝટ

યાત્રાધામ વીરપુરમાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં જાણીતા કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. આ સાથે કથાના ચોથા દિવસે રાસ-ગરબા રાખવામાં આવ્યાં હતાં. જેમાં લોકપ્રિય ગુજપાતી ગાયિકા એશ્વર્યા મજુમદારના તાલે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી.

aishwarya-majmudar
વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ

By

Published : Jan 22, 2020, 8:12 AM IST

રાજકોટઃ હાલ વીરપુરમાં ઉત્સવોની ભરમાર જોવા મળી રહી છે. કારણ કે, વર્ષોથી ચાલતાં સદાવ્રતની દ્વિ- શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરારીબાપુની કથા રાખવામાં આવી હતી. આ સાથે જ કથાના ચોથા દિવસે ગરબા રાખવામાં આવ્યાં હતા. જેમાં ખેલૈયાઓ લોકપ્રિય સિંગર ઔશ્વવર્યા મજુમદારની તાલે ઝૂમ્યા હતા.

યાત્રાધામ વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવમાં એશ્વર્યા મજમુદારે રાસ ગરબાની રમઝટ બોલાવી

આ ઉપરાંત આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ, આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતભરના લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details