રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો રાજકોટથી શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ: જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી,સોયાબીન,અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2023 -24માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અન્વયે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી મુજબ મગફળી માટે 9,98,000 મેટ્રિક ટન, સોયાબિન માટે 91,343 મેટ્રિક ટન, મગ માટે 9,000 મે.ટન તથા અડદ માટે 53,000મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
કૃષિપ્રધાને આપી માહિતી:આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કૃષિપ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની જે નીતિ છે. જે અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવે વિવિધ જણસીની ખીરિદી કરવામાં આવતી હોય છે. ત્યારે આજથી રાજ્યભરમાં આ ટેકાના ભાવે પાકની ખરીદીની શરૂઆત આજથી થઈ છે. મગફળી, સોયાબીન,મગ અને અડદ આ જણસીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે.
કૃષિપ્રધાને પોતાના સંબોધન: જ્યારે આ વર્ષે ખુલ્લી બજારમાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળી રહ્યા છે. જેના કારણે ટેકાના ભાવે ખરીદીમાં જોઈએ એટલા પ્રમાણમાં નોંધણી થઈ નથી. જેનો અમને પણ આનંદ છે કે ખેડૂતોને ખુલ્લી બજારમાં તેમની જણસીના સારા ભાવ મળી રહ્યા છે. કૃષિપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કૂતરા ખાય તેના કરતા ખેડૂતો ખાય તે સારું, ત્યારે આ અંગે તેમને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારી વાત જનરલ હતી કે જે કોઈ સારી સંસ્થાની આવક વધુ હોય અને તેનો મૂળભૂત હેતુ જળવાયા વગર તેની આવક અંત સ્થળે વપરાય અને મૂળ હેતુ ના રહે જેને ધ્યાનમાં રાખીને મે આ વાત કહી હતી જે સંસ્થોમાં ઘણું બધું થતું હોય છે.
પૈસા મળી જશે:જ્યારે કૃષિપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ જણસીની ખરીદી થાય એટલે એમને તેની નિશ્ચિત સમયમાં ચુકવણી થાય તેવી વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ. આ સાથે જ ટેકાના ભાવની ખરીદીમાં જ્યાં સુધી રિજેક્ટ થવાનો સવાલ છે ત્યાં કોઈ પણ સંસ્થાના તો તેના કેટલાક માપદંડ હોય છે. ખરીદી માટેના જે માપદંડોમાં જણસી ના આવે તે તે માલ રિજેક્ટ થાય છે. પરંતુ ટેકાના ભાવે જ્યારે જણસીની ખરીદી કરે ત્યાંથી 15 દિવસોમાં ખેડૂતોને તેનું પેમેન્ટ મળી જતું હોય છે. ઉલ્લેખનીય છેકે દર વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ખેડૂતોનો માલ રિજેક્ટ થાય અને સમયસર પેમેન્ટ મળતું ન હોવાની પણ સમસ્યા સર્જાતી હોય છે.
ટેકાના ભાવે ખરીદી: ભારત સરકાર દ્રારા આ વર્ષ 2023- 24 ખરીફ પાકોના ભાવ તા. 19-06-2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારે મગફળીનો ટેકાનો ભાવ રૂ.6377/-કિવ.,મગ નો ટેકાનો ભાવ રૂપિયા 8557/- કિવ., અડદ નો ટેકાનો ભાવ રૂ.6950/- કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂપિયા 4600/- કિવ. જાહેર કર્યો છે. તેમજ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. આ ખરીદ કેન્દ્રો APMC માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ તથા રવિ પાકો જેવા કે ઘઉં, ચણા, રાયડો અને શેરડીનો સમાવેશ થાય છે. છેલ્લા સાતવર્ષોમાં રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો,મગ અને કપાસની કુલ 25,90,839 લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ રૂપિયા 24,809 કરોડ મૂલ્યની 49,26,120 મેટ્રિક ટન જથ્થાની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
- Rajkot Crime News: વીરપુરમાં કૌટુંબિક મતભેદમાં યુવકનું અપહરણ કર્યુ અને મૂઢમાર મારી પતાવી દીધો
- Rajkot Crime News: સામુ જોવા જેવી બાબતે બે ભાઈઓ પર કરાયો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ