ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 27 કેસ થયા - Against 3 more Corona-positive cases in Rajkot

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ પોઝિટિવ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 26 વર્ષીય અફસાના નસીર, 34 વર્ષના ચુડાસમા ફિરોઝ અને 50 વર્ષની મહિલા નસીમ દિલાવરનો સમાવેશ થાય છે.

against
રાજકોટ
author img

By

Published : Apr 16, 2020, 10:37 AM IST

રાજકોટ: ગુરુવારના નવા કેસની સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27 થઇ ગઇ છે. રાજકોટ શહેરના 26 અને એક રાજકોટ ગ્રામ્યનો સમાવેશ થાય છે. રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સતત અહીં લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વરમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજકોટ મનપા દ્વારા પણ જંગલેશ્વર વિસ્તારમાં જવા પર હાલ પુરતો પ્રતિબંધ લગાવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સત્તત અહીં અલગ-અલગ લોકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતના પ્રથમ કેસ નદીમ નામના યુવકનો આવ્યો હતો. ત્યારબાદ સતત જંગલેશ્વર વિસ્તારમાં લોકોના પોઝિટિવ કેસ આવવાનું ચાલુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details