રાજકોટઃ જેતપુર પોલીસ માં PI ની બદલી બાદ 4 કોન્સ્ટેબલ ની બદલી યથાવત રહી એક દિવસ અગાઉ પી.આઈની પણ બદલી થઈ હતી. ત્યારબાદ આજે પણ 4 કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. જેમાં ચાર કોન્સ્ટેબલ અને જેતપુર PI ને પણ હેડક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા છે. ગુરૂવારે SPએ જેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ટ્રાન્સપ પ્રક્રિયા જાણકારી લીધી હતી.
જેતપુરમાં PI બાદ 4 કોન્સ્ટેબલની બદલી, ઉપરાછાપરી બદલીઓથી પોલીસ બેડામાં ખળભળાટ - transfer of PI in Jetpur police
જેતપુર પોલીસમાં PIની બદલી બાદ આજે 4 કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે, ત્યારે અચાનક એક પછી થઈ રહેલી બદલી કારણે પોલીસકર્મીઓમાં અનેક સવાલો ઉભા થયા છે. જો કે, હજુ સુધી બદલી થવાનું કારણ સામે આવ્યું નથી,.
રાજકોટ
આમ, છેલ્લા કેટલાંક દિવસથી એક પછી એક પોલીસકર્મીની બદલી થઈ રહી છે. જેને લઈને પોલીસબેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પોલીસકર્મીઓમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે, હજુ સુધી બદલી પાછળનું કારણ સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય હજુ પણ કોરોનાની ઝપેટ છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જરૂર પડતી જગ્યાએ પીલસકર્મીની બદલી થતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.