- ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના યુવા નેતા મયુર સૂવાની બિનહરીફ પસંદગી
- કારોબારી ચેરમેન તરીકે જયંતીભાઈ ગજેરા ચૂંટાયા
- શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
ઉપલેટા: નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના રાજીનામા બાદ ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં પ્રમુખ તરીકે મયુર સુવા, ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા બિનહરીફ ચૂંટાયા હતા. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ધોરાજીના પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના સભા ખંડ ખાતે યોજાઈ હતી. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના મયુર સુવા બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માંકડિયા ચૂંટાયા હતા.
ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના સભા ખંડ ખાતે યોજાઈ હતી અને આ ચૂંટણી બાદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના યુવા નેતા મયુર સૂવાની બિનહરીફ પસંદગી થઈ હતી. ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચૂંટાયા હતા. કારોબારી ચેરમેન તરીકે જયંતિભાઈ ગજેરા ચૂંટાયા હતા.
ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામા બાદ ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો વિજેતાઓને ફૂલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા આપી
આ ચૂંટણીમાં વિજેતા થયા બાદ સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનને ફૂલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા આપી હતી. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા જિલ્લા ભાજપના કિશોરભાઈ શાહ, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, દાનભાઈ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, માધવજીભાઈ પટેલ, રાજાભાઈ સુવા, નીતિનભાઈ અઘેરા, પરાગભાઈ શાહ જિલ્લા બેંકના ડિરેક્ટરી હરીભાઈ ઠુંમર, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, કનુભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, હરસુખભાઈ સોજીત્રા, જીગ્નેશ ડેર, ગજેન્દ્ર કોઠડીયા, રાજનભાઈ સુવા, કિરીટભાઈ પાદરીયા, મહાવીરસિંહ વાળા, જયેશભાઈ ત્રિવેદી, જગુભાઈ સુવા, રાજશીભાઈ સોલંકી, ચિરાગભાઈ ચાવડા સહિતના આગેવાનો ટેકેદારો સહિત નેતાઓ પણ જોડાયા હતા. ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના રાજીનામા બાદ ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ચૂંટણી બાદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના યુવા નેતા મયુર સૂવાની બિનહરીફ પસંદગી થઈ હતી અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચૂંટાયા હતા. સાથે કારોબારી ચેરમેન તરીકે જયંતિભાઈ ગજેરા ચૂંટાયા હતા.