- ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખરાબ
- રાજકોટના થોરીયાળી ગામમાં 35 લોકોના મૃત્યું
- ગામજનો માગી રહ્યા છે સરકાર પાસે મદદ
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાના કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. કોરોનાની બીજી લહેરમાં શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અસર જોવા મળી છે. રાજકોટ શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસ વધ્યા છે. રાજકોટ નજીક આવેલ પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં હાલ આરોગ્ય કેન્દ્ર પર માત્ર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કોરોનાને લઈને બીજી અન્ય કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી.
ગામમાં 35 લોકોના મૃત્યું
પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં કોરોનાની બીજી લહેરમાં 35 લોકોનો ભોગ લીધો છે. શનિવારે ગ્રામજનોએ 35 મૃતકના ફોટા સાથે પોતાની વેદના રજૂ કરી હતી. ગામનો મહોલ ગમગીન છે. ગામમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખુબજ ખરાબ છે. ગામમાં કોરોનાની સારવાર ક્યા અને કેવી રીતે કરાવવી એ મોટો પ્રશ્ન છે કારણ ગામના આરોગ્ય કેન્દ્રમાં કોઈ સુવિધા જ નથી.
આ પણ વાંચો : રાજકોટ તાલુકાનું ગુંદાળા ગામના મજૂરોને વિનામૂલ્યે અનાજ- શાકભાજીનું વિતરણ