ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસે ફોન કર્યો, હું ક્યાં હાજર થાઉં - SRP Camp

રાજકોટના મનરપુરમાં રહેતા યુવકે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે તેને પોતાની પત્નીની હત્યા કરી છે.પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેની હત્યા કરી છે. તેમજ હવે હું ક્યાં પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.'

પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસે ફોન કર્યો, હું ક્યાં હાજર થાઉં
પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસે ફોન કર્યો, હું ક્યાં હાજર થાઉં

By

Published : Oct 16, 2021, 7:18 PM IST

  • રાજકોટના મનરપુરમાં યુવકે રાત્રે પોતાની પત્નીની હત્યા કરી
  • યુવકે પત્નીની હત્યા કર્યા બાદ પોલીસને જાણ કરી
  • પોલીસે આરોપીની ધરપકડ કરી


    રાજકોટઃ શહેરના મનરપુર વિસ્તારમાં રહેતા યુવકે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. તેમજ યુવકે જણાવ્યું હતું કે તેને પોતાની પત્નીની હત્યા કરી છે. યુવકે હત્યા કર્યાનો ફોન પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જ્યારે સમગ્ર મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી પતિને શોધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે યુવકે પોતાની પત્નીની હત્યા કેમ કરી તે અંગે તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્નીના ચારિત્ર્યને લઈને તેની હત્યા કરી છે. હત્યા બાદ આરોપી પતિએ પોલીસને ફોન કરીને તમામ વાતની જાણ પણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તેની પત્નીની લાશ કબજે કરીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. તેમજ આરોપી પતિની ધરપકડ કરી હતી.

    બંનેએ 5 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા

    રાજકોટના મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે 5 વર્ષ અગાઉ નેહા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે ગઈકાલે શુક્રવારે મધરાત્રિના તેને રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેની હત્યા કરી છે. તેમજ હવે હું ક્યાં પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.' આ વાત સાંભળીને પોલીસ કર્મીઓમાં પણ થોડા સમય માટે દોડાદોડી જોવા મળી હતી. જ્યારે આરોપી પતિ શૈલેષના જણાવ્યા પ્રમાણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે જોયું તો જામનગર રોડ પર આવેલ એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર આરોપીની પત્ની નેહાની લાશ પડી હતી. જ્યારે પોલીસે પણ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

    પત્નીના ચારિત્ર્યથી કંટાળીને કરી તેની હત્યા

    જ્યારે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરતા તેને જણાવ્યું હતું કે 5 વર્ષે અગાઉ તેને નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે પ્રેમલગ્ન કર્યા બાદ નેહાના ચારિત્ર્યને લઈને વારંવાર ઘરમાં બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. જ્યારે શૈલેષની બે વર્ષની દીકરીને પણ અને નેહા બરોબર રીતે સાચવતી નહોતી. તેમજ તેના લફડાના કારણે શૈલેષ માનસિક રીતે પરેશાન હતો. જેને લઇને તે છેલ્લા 5 દિવસથી પોતાની પત્નીને મારી નાખવાનો પ્લાન ઘડતો હતો. પરંતુ ગઈકાલે તે ન્યુ 150 રૂટ રિંગરોડ પર આવેલ અટલ સરોવર નજીક ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. અને ત્યાં અને તેની ઉપર છરી વડે હુમલો કર્યો અને ત્યારબાદ તેને ગળે ફાસો આપીને મોતને ઘાટ ઉતારી હતી.

ABOUT THE AUTHOR

...view details