- દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
- 80 વર્ષિય મહિલા કમલા જીવનાણીએ કોરોનાને હરાવ્યો
- કોરોનાના હળવાં લક્ષણો જણાતા સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે રીફર કરાયા હતા
રાજકોટ: રાજકોટમાં દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. એવામાં રાજકોટમાં 21 દિવસના અવિરત સંઘર્ષ બાદ 80 વર્ષિય મહિલા કમલા જીવનાણીએ કોરોનાને હરાવ્યો છે અને પોતાના સુખી સંસારમાં હસતે મોઢે પરત ફર્યા છે. જેને લઈને આરોગ્ય કર્મીઓ અને વૃદ્ધાના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃગુજરાતમાં પ્રથમ ઘટનાઃ ફેફસા 90 ટકા ડેમેજ થઈ ગયા હતા, 119 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને આપી માત