ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવા 12થી 5 ઘરની બહાર ન નીકડવા તંત્રએ કરી અપીલ - Gujarati News

રાજકોટઃ સમગ્ર રાજ્યના હાલ અસહ્ય તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસથી તાપમાન 40થી 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે. જેને લઈને મનપા તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં વધતા જતા સૂર્યના પર્કોપના કારણે મનપા તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં 12થી 5 દરમિયાન સૂર્યના કિરણો સીધા શરીર પર પડતા હોવાના કારણે ઘરની બહાર કામ સિવાય ન જવાની સલાહ આપવામાં આવી છે.

RJK

By

Published : Apr 26, 2019, 11:35 PM IST

Updated : Apr 26, 2019, 11:46 PM IST

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજકોટમાં પણ છેલ્લા બે દિવસથી મનપા તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મનપાના આરોગ્ય વિભાગે આ પ્રકારના વાતાવરણ કેવી રીતે રહેવું તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.

જેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું, દિવસ દરમિયાન 12થી 5 જે સમયે સૂર્યના સીધા કિરણો શરીર પર પડતા હોવાના કારણે આવા સમયે કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને બહાર જવાનું થાય ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને આ પ્રકારના ઉનાળુ વાતાવરણ લુ લાગવાથી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચી શકાય છે.

Last Updated : Apr 26, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details