ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે અનુસાર બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત - survey from saurastra university

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર સમગ્ર દેશમાં ગામડાઓમાં કોરોનાના પ્રથમ લહેરમાં સ્ત્રીઓમાં નહિવત સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાની ઝપેટે ચડી હોય તેવું સર્વેમાં તારણ નિકળ્યું છે.

બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત
બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત

By

Published : May 11, 2021, 2:01 PM IST

  • સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ તેનો હાહાકાર મચાવ્યો
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો
  • બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાની ઝપેટે ચડી હોય તેવું સર્વેમાં તારણ આવ્યું

રાજકોટ :કોરોનાએ સમગ્ર દેશમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ તેનો હાહાકાર મચાવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં એક ચોંકવાનારી વિગત સામે આવી હતી. જ્યારે સમગ્ર દેશમાં ગામડાઓમાં કોરોનાના પ્રથમ લહેરમાં સ્ત્રીઓમાં નહિવત સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાની ઝપેટે ચડી હોય તેવું સર્વેમાં તારણ નિકળ્યું છે.

આ પણ વાંચો :સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ
ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં કોરોના વિશેની સજાગતા અને સમજણનો અભાવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના 45 વિદ્યાર્થીઓએ કુલ 41 ગામોમાં સર્વે હાથ ધર્યો હતો. આ અંગે મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉ. યોગેશ જોગસણ અને ડૉ. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ 45થી વધુ વિદ્યાર્થીઓએ તારણ આપ્યું છે કે, મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે. જે ચેપ સામે લડવામા મદદરૂપ થાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં કોરોના વિશેની સજાગતા અને સમજણનો અભાવ જોવા મળે છે.

45 વિદ્યાર્થીઓએ કુલ 41 ગામોમાં આ સર્વે હાથ ધર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના 45 વિદ્યાર્થીઓએ કુલ 41 ગામોમાં આ સર્વે હાથ ધર્યો હતો. જેમાં પોરબંદર જિલ્લાના 5 ગામ, જામનગરના 8 ગામ, મોરબીના 6 ગામ, અમરેલી 9 ગામ રાજકોટ 10 ગામ અને દેવભૂમિ દ્વારકા 3 ગામમાં આ સર્વે કરાયો હતો.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા

બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયામનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે, બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25થી 60 વર્ષની સ્ત્રીઓના થયા છે. સર્વેમાં 1 હજાર કરતા વધુ સ્ત્રીઓને આવરી લેવામાં આવી હતી. મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં કાઉન્સેલિંગ કરી રહ્યા છે. તેને આધારે પ્રાપ્ત કરી છે. જો કોઈ કેસ નોંધાય છે તો તેમાંથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સૌથી વધુ મૃત્યુ પામી છે. તેવું આ સર્વેમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details