- બાઈક સવાર ગોંડલથી જતા હતા વેજાગામ પોતાના ઘરે
- અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી થયો ફરાર
રાજકોટઃ જિલ્લાના ગોંડલના ગુંદાળા રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારનું મોત થયુ છે. અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત અને 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ગોંડલનો ગુંદાળા રોડ બન્યો અકસ્માત સંભવિત ક્ષેત્ર
અકસ્માત માટે કુખ્યાત બનેલા ગુંદાળા રોડ પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે, ત્યારે દિવાળીના દિવસે અજાણ્યાં વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત થયું હતું. જાણવા મળતી વિગત મુજબ એક બાઈકમાં 3 વ્યક્તિ ગોંડલથી વેજાગામ જતા હતા.