ગુજરાત

gujarat

કોંગ્રેસ નેતા લલિત વસોયાના ભાજપ તરફી નિવેદનને લઇને આપના ઉમેદવારે કર્યા પ્રહારો

By

Published : Nov 7, 2022, 4:56 PM IST

કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપ તરફથી (AAP party candidate attacked Congress leader) કરેલા નિવેદન અને આમ આદમી પાર્ટી (AAP party candidate) વિરોધી નિવેદનને લઈને રાજકીય ગરમા ગરમી શરૂ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રહાર કર્યા છે. જ્યારે લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જૂઓ આ અહેવાલમાં.

કોંગ્રેસના લલિત વસોયાના ભાજપ તરફી નિવેદનને લઇ આમ આદમી પાર્ટી ઉમેદવારે કર્યા પ્રહારો
કોંગ્રેસના લલિત વસોયાના ભાજપ તરફી નિવેદનને લઇ આમ આદમી પાર્ટી ઉમેદવારે કર્યા પ્રહારો

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓ મતદારોને મનાવા અને પોતાની સારી કામગીરી દર્શાવવા તેમજ લોકોના મત મેળવવા માટે અનેક કામગીરી કરતા હોય છે. ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર કોંગ્રેસનીપરિવર્તન સંકલ્પ યાત્રાના (Parivartan Sankalp Yatra of Congress) આગમન બાદ થયેલી સભાની અંદર કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપ તરફથી નિવેદન કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવું જોઈએ" તેવું જણાવ્યું હતું.

લલિત વસોયા ભાજપમાં ભળવા માટેના અનેક પ્રયત્નો કરેલ હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક હોય તેવી વાત કહી અને લલિત વસોયા ના નિવેદન પર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ એક હોય તેવી વાત કોંગ્રેસના લલિત વસોયાના આમ આદમી પાર્ટી વિરોધી નિવેદન અને ભાજપ તરફી નિવેદનને લઈને આમ આદમી પાર્ટીના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવાર (AAP Dhoraji Upaleta Assembly candidate) વિપુલ સખિયાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, લલિત વસોયા ભાજપમાં ભળવા માટેના અનેક પ્રયત્નો કરતા હતા. ભાજપ અને કોંગ્રેસ એક હોય તેવી વાત કહી અને લલિત વસોયાના નિવેદન પર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.

લલિત વસોયા ભાજપ તરફથી હોવાની રાજકીય ચર્ચાકોંગ્રેસના લલિત વસોયાએ પણ નિવેદન આપતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) વાત કરી અને કોંગ્રેસને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક હોવાની વાત કરી પોતાનું નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારથી જ દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને મનાવવા અને ચૂંટણીલક્ષી કાર્યવાહી અને કામગીરી કરી રહી છે. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાની અંદર જ કોંગ્રેસના જ લલિત વસોયાએ જાહેરમાં આમ આદમી પાર્ટીને મત ન આપી ભાજપને મત આપવાની વાત કરતા ધારાસભ્ય લલિત વસોયા ભાજપ તરફથી હોવાની રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ભાજપ દ્વારા લલિત વસોયાનો અસ્વીકાર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના લલિત વસોયા ભાજપ સાથે જોડાઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલતી હતી. જેમાં ઘણા કાર્યક્રમોની અંદર લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા લલિત વસોયાનો અસ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસમાંથી પણ લલિત વસોયાને ફરીવાર ટિકિટ નહીં મળવાની પણ સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે. લલિત વસોયાના ભાજપ તરફથી નિવેદન અને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાની ચર્ચાને લઈને ભારે રાજકીય ગરમાગરમી શરૂ થઈ છે અને ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details