- રાજકોટ યુવકે દેણું થઈ જતાં જાતે પોતાના અપહરણનું નાટક રચ્યું
- ક્રાઈમ બ્રાન્ચ મુંબઈથી આ યુવાનને શોધ્યો
- દેણું થઈ જતાં તેણે જાતે પોતાના અપહરણનું નાટક રચ્યા
રાજકોટઃજિલ્લાના મવડી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પુનાભાઈ ગોગરા નામના 24 વર્ષના યુવાનનું અપહરણ થયાની 30 ડિસેમ્બરના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. શરૂઆતથી જ પોલીસને બનાવ અપહરણનો નહીં હોવાની શંકા હતી, જે સાચી ઠરી છે. કરણનામમના યુવાનને ભાગી જઇ તેનું અપહરણ થયુ છે તેવુ ખોટું નાટક રચ્યું હતું.તેવી ગયો હતો અને તેને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈથી શોધ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ દેણું થઈ જતાં તેણે જાતે પોતાના અપહરણનું નાટક રચ્યાનું બહાર આવ્યું છે.આમ છતાં તેની પૂછપરછમાં સાચું કારણ બહાર આવશે.
અપહરણની ખોટી ફરીયાદ નોંધાઇ
રાજકોટમાં કરણની પત્ની અને તેના પિતરાઈ એભલ ગોગરાને કોઈએ કોલ કરી કરણને છરીના ઘા મારી અજાણ્યા શખ્સો ફોર વ્હીલરમાં ઉપાડી ગયાની જાણ કરી હતી. એટલું જ નહીં તેનો મોબાઈલ અને બાઈક ક્યાં પડયા છે. તેનું લોકેશન પણ આપ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા તેનું બાઈક અને મોબાઈલ અવધના ઢાળિયા પાસેથી મળી આવ્યું હતું. જેને કારણે શરૂઆતથી જ તેનું અપહરણ નહીં થયાની શંકા પોલીસને હતી. આમ છતાં ફરિયાદ અપહરણની હોવાથી તાલુકા પોલીસે ગંભીરતાથી લઈ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું.
રાજકોટના યુવકે દેણું થઈ જતાં અપહરણનું નાટક રચ્યું ક્રાઈમ બ્રાન્ચ પણ આખરે તપાસમાં ઝુંકાવ્યું
રાજકોય ક્રાઈમ બ્રાન્ચપણ આખરે તપાસમાં ઝુંકાવ્યું હતું. અને મોબાઈલના સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરતા કરણનું મુંબઈમાં લોકેશન મળતા તેને વસઈ અને બોરીવલી વચ્ચેથી ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી તે અમદાવાદ ગયો હતો, એસજી હાઈ-વે પરની હોટલમાં બે દિવસ રોકાઈ મુંબઈ જતો રહ્યો હતો. અમદાવાદમાંથી તેણે આધારકાર્ડના આધારે નવું સીમકાર્ડ ખરીદ્યું હતું. તેનું લોકેશન મુંબઈ મળતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં દોડી ગઈ હતી. તેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજકોટ આવવા રવાના થઈ હતી.