રાજકોટઃ જસદણ જૂના રેલવે સ્ટેશન એક યુવાને ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટનાથી ચકચાર મચી છે. સ્થાનિકો આ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્ક ચર્ચાઈ રહ્યાં છે. તો પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનાની તપાસ હાથ ધરી છે.
જસદણમાં યુવાને ઝાડ પર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - latest news of ra[jkot
રાજકોટના જસદણ જૂના રેલવે સ્ટેશન એક યુવાને ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસને આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
જસદણ
મળતી માહિતી પ્રમાણે, જૂના રેલવે સ્ટેશન પાસેથી પસાર થતાં એક રાહદારીએ ઝાડ પર લટતા યુવાનના મૃતદેહને જોયો હતો. ત્યારબાદ તેણે આ ઘટનાની જાણ 108 અને જસદણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મેળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ પ્રવીણ ચૌહાણ અને તે પ્રટ્રોલ પંપ પર નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.