- સુપેડી ગામમાં બેટી બચાવો બેટી પઢાવોનું ઉત્તમ ઉદાહરણ
- લગ્ન પહેલા દીકરી પરીક્ષા આપવા પહોંચી
- દીકરી એસ.વાય.બી.એમ.માં કરી રહી છે અભ્યાસ
રાજકોટઃ રાજકોટ જિલ્લાના સુપેડી ગામમાં બેટી બચાવો બેટી પઢાવોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં રહેતી ચાંદની દાનીધાણીયા નામની દીકરીએ પોતાના લગ્ન હોવા છતાં પણ પરીક્ષા આપ્યા બાદ લગ્નના માંડવામાં બેસી હતી. જે સમાજમાં અન્ય દીકરીઓ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થઈ છે.
પરીક્ષા આપ્યા બાદ યુવતીએ કર્યા લગ્ન જાન આવી હોવા છતાં આપી પરીક્ષા
ચાંદની હાલ ઉપલેટા ખાતે આવેલી આઈ.પી ભલોડિયા મહિલા કોલેજમાં એસ.વાય.બી.એમ. અભ્યાસ કરે છે. ત્યારે તેના લગ્ન હોવાથી ભાણવડ ખાતેથી વહેલી સવારે દીકરીની જાન ગામમાં આવી પહોંચી હતી. પરંતુ દીકરી તેમજ તેના સાસરિયા પક્ષ દ્વારા હાલ તેની પરીક્ષા શરૂ હોવાથી પ્રથમ તેને પેપર આપવા માટે મોકલી હતી. દીકરીએ પરીક્ષા આપી હતી અને ત્યારબાદ લગ્નમંડપમાં ગઈ હતી.
યુવતી લગ્ન પહેલા પરીક્ષા આપવા પહોંચી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ
સમગ્ર ઘટના અંગે ચાંદનીએ જણાવ્યું હતું કે, હાલ મારા લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને જાન પણ આવી પહોંચી છે. પરંતુ પરીક્ષા હોવાથી હું લગ્ન માટે તૈયાર થઈને પહેલા પરીક્ષા આપવા આવી છું અને હવે લગ્ન કરીશ. મારા માતા પિતા અને સાસુ સસરા સહિતના લોકો ઈચ્છે છે કે, હું મારો અભ્યાસ શરુ રાખું. હાલ આ ઘટનાને દીકરીનો પરિવાર અન્ય લોકો માટે ઉદાહરણ રૂપ સાબિત થયો છે.