PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને ગોળી છૂટી, એક નિર્દોષ યુવાનનું મોત - rajkot samachar
રાજકોટ: શહેરના ST બસસ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI પી.પી. ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નજીકમાં હાજર એક યુવાનનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું.
પોલીસ કર્મીની રિવોલ્વર માંથી ગોળી છુટતા એક યુવાનનું મોત
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકનું નામ હિમાંશુ દિનેશ ગોહેલ હતું. તેમજ તે સ્પા શોપના વેપાર સાથે સંકળાયેલો હતો. જો કે, પોલીસકર્મીની રિવોલ્વરથી યુવાનનું મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.