ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતલસર ગામમાં પ્રેમસંબંધ મુદ્દે યુવકે છરીના ઘા મારી સગીરાની કરી હત્યા - ક્રાઈમ ન્યૂઝ

જેતપુર તાલુકાના જેતલસર ગામે પ્રેમીએ સગીરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. છરીના ઘા મારીને સગીરાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મૃતક સગીરાનો ભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

સગીરાનું ઘટના સ્થળે જ થયું મોત
સગીરાનું ઘટના સ્થળે જ થયું મોત

By

Published : Mar 17, 2021, 4:06 PM IST

Updated : Mar 17, 2021, 6:17 PM IST

  • સગીરાનું ઘટના સ્થળે જ થયું મોત
  • સગીરાના ભાઈની હાલત અત્યંત ગંભીર
  • સગીરાના ભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમસબંધના મુદ્દે યુવકે સગીરા અને તેના ભાઈ પર છરીના ઘા મારી ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સગીરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે સગીરાના ભાઈને હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

સગીરાના ભાઈની હાલત અત્યંત ગંભીર

આ પણ વાંચો:મુન્દ્રા તાલુકામાં ભાઈએ જ બહેનની છરીના 8થી 10 ઘા ઝીંકીને કરી હત્યા

પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જે રીતે યુવતી અને તેના ભાઈ પર છરીના ઘા કર્યા હતા. તેના કારણે સગીરાના ભાઈની હાલત અત્યંત ગંભીર હતી. હુમલામાં ઘણું લોહી વહી જવાથી હાલ તેની સ્થિતિ પણ ગંભીર છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા

Last Updated : Mar 17, 2021, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details