ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: નશાની હાલતમાં એક કારચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન મોત - ETV Bharat Gujarat Rajkot Rural Jetpur A car driver from Upleta hit a two wheeler a youth died during treatment

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પરના જેતપુર-ધોરાજી વચ્ચે નશાની હાલતમાં એક કાર ચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જાણો સમગ્ર મામલો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 8:15 PM IST

Updated : Sep 9, 2023, 8:32 PM IST

સ્વીફ્ટને અડફેટે યુવકનું મોત

રાજકોટ: જેતપુર ગુંદાળા ગામ પાસે એક સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને સરકારી હોસ્પિટલમાં અને બાદ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન 18 વર્ષીય હર્ષ વઘાસીયા નામના યુવક મોત થયું છે.

સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત

ગામમાં લોકોમાં રોષ: મૃતક યુવક ફરેણી ગામનો, જ્યારે આ કાર ચાલક ઉપલેટાનો પ્રતીક નટુભાઈ ગજેરા જે જામ કંડોરણા ડેરીમાં નોકરી કરે છે. મોતની ઘટનાથી સમસ્ત ફરેણી ગામમાં લોકોમાં રોષ છે અને કારચાલકને કડકમાં કડક સજા મળે તેમજ પરિવારને ન્યાય મળે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. મૃતક ખેડૂત દંપતીનો એક જ દિકરો હોવાથી માતા-પિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

પોલીસ પર અનેક સવાલો: રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત બાદ સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત લોકોની મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારની અંદર અન્ય લોકો સવાર હતા અને દારૂની બોટલો પણ જોવા મળી હતી. આ ઉપરાંત કારચાલક પ્રતીક નશાની હાલતમાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. આ ઘટનામાં નશાની હાલતમાં કાર ચલાવી રહેલા પ્રતીકને લોકોએ પ્રથમ તો મેથીપાક પણ ચખાડ્યો હતો.

" તારીખ 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજના તેમના મિત્ર હર્ષે વઘાસિયા સાથે ફરેણી ગામથી જેતપુર ગલગલીયા હોટેલમાં જમવા માટે ગયા હતા. પરત આવતી વખતે ઍક્ટિવા હર્ષ ચલાવતો હતો તે વખતે મંડલીકપુર ગામના પુલની આગળ ઓજસ સ્કૂલની સામેના ભાગે રોડ ઉપર જતા હતા તે વખતે પાછળથી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી પૂર ઝડપે આવેલ અને ટક્કર મારતા ફંગોળાઇને રોડ ઉપર નીચે પડી ગયા હતા. જેમાં ઇજાઓ થઈ હતી." - હર્ષ વિરડિયા, ફરિયાદ

કાર ચાલક સામે ગુનો દાખલ:હાઈવે પર અકસ્માત બાદ માણસો ભેગા થઇ જતા એક ઈકો ગાડીમાં બેસાડી ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી તૈલી હોસ્પિટલ ધોરાજીમાં દાખલ કર્યા હતા. અકસ્માતમાં હર્ષના માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મુત્યુ થયું છે. જેતપુર તાલુકા પોલીસે સ્વિફ્ટ કારચાલક પ્રતિક નટુભાઈ ગજેરા સામે IPC કલમ 279, 337,338, 304 (અ), M.V. Act કલમ 184, 177 મુજબનો ગુનો દાખલ કર્યો છે.

કાર ચાલક

"આ મામલે ફરિયાદીની ફરિયાદ નોંધાઈ ગયેલ છે. આ મામલામાં કાર ચાલકે બે બાઈકને ઠોકર મારી અડફેટે લેતા અકસ્માતની ઘટના હતી. અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સારવારની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન યુરીન જવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો છે. " - મનસુખ રંગપરા, હેડ કોન્સ્ટેબલ, જેતપુર

કાર ચાલક યુવક ફરાર: અકસ્માતની ઘટના બાદ કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં આ ઈજાગ્રસ્ત કાર ચાલકની સારવાર ચાલી રહી હતી અને હોસ્પિટલ ખાતે હતો ત્યારે પોલીસની બેદરકારી અને બેજવાબદારીનો લાભ લઈને અકસ્માત સર્જનાર પ્રતીક ગજેરા પોલીસ અટકાયત કરે તે પહેલા મોકાનો પુરો લાભ લઈને ભાગી છૂટ્યો છે. જેમાં પોલીસની સંપૂર્ણ બેજવાબદારી સામે આવતા હાલ ફરિયાદીનો અને મૃત યુવકના પરિવાર સહિતનાઓમાં પોલીસની ઢીલી નીતિ સામે ખુબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસની બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે.

  1. Banaskantha Crime : ડીસાના પેપળુ ગામમાં ચોરોનો તરખાટ, એક જ રાતમાં 5 મંદિરોમાં ચોરી થઇ
  2. Surat Crime News: જો તમે ઘર ભાડે આપ્યું હોય તો થઇ જાવ સાવચેત, ભાડાના ઘરમાં ચાલતું જુગારધામ ઝડપાયું
Last Updated : Sep 9, 2023, 8:32 PM IST

For All Latest Updates

TAGGED:

Rajkot Crime

ABOUT THE AUTHOR

...view details