રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે બાવા લીંબાભાઈ માનસરાની વાડીમાં પેટીયુ રળવા ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવેલા ટોલીસીંગ કાંતીભાઈ ભાંભર અને રાનુ રમેશભાઈ પાલ સહિતના પરીવારના સભ્યો સાથે આવ્યા હતા અને શુક્રવારે મોડી રાત્રે વાડીના પટમાં બહાર સુતા હતા. ત્યારે રાનુને ઝેરી સાપે ડંખ માર્યો હતો. ત્યાર બાદ સાપે ટોલીસીંગને પણ પગના ભાગે પણ ડંખ માર્યો હતો.
રાજકોટ: કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે લગ્ન જીવનમાં પગલા માંડે તે પહેલા સાપે ડંખ મારતાં યુવકનું મોત, યુવતી ગંભીર - યુવતી ગંભીર
કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે મધ્યપ્રદેશથી ચાર દિવસ પહેલા મજૂરી કરવા આવેલા અને પંદર દિવસ પહેલા સગાઈ થયેલા યુવક-યુવતી પ્રભુતામાં પગલા માંડે તે પહેલાં ઝેરી સાપ કરડતાં યુવકનું મોત થયું છે, જ્યારે યુવતીને ગંભીર હાલતમા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
ત્યારબાદ રાનુને રાત્રે 3 વાગ્યે સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ સવારના 8 વાગ્યે ટોલીસીંગને સાપનુ ઝેર વધુ ચડવા લાગતા તે બેભાન હાલતમાં વાડીમાં જ ઢળી પડતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવતો ત્યારે તેમને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. તેના મૃતદેહને પોસમોર્ટમ અર્થે કોટડાસાંગાણી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસના જમાદાર એચ. યુ. પરમાર અને અલ્પેશ રાઠોડે કાર્યવાહી કરી પરીવારજનોના નીવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને તેમના વતનમાં પહોચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. પંદર દિવસ પહેલા સગાઈ થયેલા યુવકને ઝેરી સાપ કરડવાથી યુવકનું મોત થયુ છે. જ્યારે યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પરીવારના સભ્યો પર આભ તુટી પડ્યા જેવી આફત આવતા પરીવારમા ભારે કલ્પાંત સર્જાયો હતો.