ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટઃ રિબડા પાસે અકસ્માતમાં ગરનાળા ગામની આશાવર્કરનું મોત - ગોંડલ નેશનલ હાઈવે

ગોંડલ નેશનલ હાઈવે રિબળા SGVP સ્કૂલ પાસે અજાણ્યા કારે બાઈક સવાર પતિ-પત્નીને હડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું. જેથી હાઇવે ઓથોરિટી અને 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પોહચીને ઇજાગ્રસ્ત પુરુષને સારવાર અર્થે અને મૃતક મહિલાને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.

Rajkot Ribada
રિબડા પાસે અકસ્માત

By

Published : Sep 14, 2020, 10:05 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ નેશનલ હાઈવે પર શાપરથી ગરનાળા જવા માટે જતા ગોંડલ તાલુકાના ગરનાળા ગામના રહેવાસી બાઈક ચાલક પીતાબરભાઈ નિમાવત ગરનાળા ગામમાં મંદિરના પૂજારી છે અને તેમના પત્ની કૈલાસબેન નિમાવત ગરનાળા ગામની આંગણવાડીમાં આશાવર્કર છે. આ દંપતી શાપરથી ગોંડલ તરફ આવતા હતા, એ દરમિયાન રીબડા SGVP સ્કૂલ પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા કૈલાસબેન નિમાવતનું ઘટના સ્થળે મોત થયુ હતું અને તેમના પતિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ગોંડલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details