રાજકોટઃમાલવિયા નગર પોલીસ મથકની મહિલાએ રૂ.10,000ની લાંચ લેતા ચડી ગઈ છે. (Rajkot woman ASI caught taking a bribe) જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આ મહિલા ASI રંગે હાથે રૂપિયા 10 હજારની લાંચ લેતા (Rajkot woman ASI bribe ten thousand ઝડપાઇ છે. જ્યારે રાજકોટમાં મહિલા પોલીસ ASI લાંચ લેતા ઝડપાતા હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે રાજકોટ એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મહિલા AIS રૂ.10 હજારની લાંચ ઝડપાઇ:મહિલાએ રૂ.10,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે. આ કામના ફરીયાદી તથા તેમના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદિના પતિને અટક કરવાના બાકી હોય ફરીયાદી આ ગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા તેઓએ ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવાની બાંહેધરી તો આપી હતી, સાથે જ માર નહીં મારવાના તથા તુરંત જ જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000/- ની લાંચની માંગણી કરી હતી. (Rajkot police corruption case)
આ પણ વાંચો:અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપી પુત્રીનુ પણ ગળુ ડાબી દીધુ