ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોનાની સારવાર માટે કુલ 3,051 બેડ કાર્યરત

રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3,051 બેડ કાર્યરત છે. 2,922 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 129 બેડ ઉપલબ્ધ છે.

કોરોનાની સારવાર માટે બેડ
કોરોનાની સારવાર માટે બેડ

By

Published : Apr 15, 2021, 1:13 PM IST

Updated : Apr 15, 2021, 2:58 PM IST

  • સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3,051 બેડ કાર્યરત
  • P.D.U. કોવિડ હોસ્પિટલ ખાતે 538 ઓક્સિજન બેડ સહિત કુલ 808 બેડ કાર્યરત
  • 583 વેન્ટિલર ઉપલબ્ધ હોવાનું આરોગ્યતંત્રની યાદીમાં જણાવાયું

રાજકોટ :જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બપોરે 04:00 કલાકની સ્થિતિએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3,051 બેડ કાર્યરત છે. હાલ 2,922 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 129 બેડ ઉપલબ્ધ છે.

P.D.U. કોવિડ હોસ્પિટલ ખાતે 538 ઓક્સિજન બેડ સહિત કુલ 808 બેડ કાર્યરત

P.D.U. કોવિડ હોસ્પિટલ ખાતે 538 ઓક્સિજન બેડ સહિત કુલ 808 બેડ કાર્યરત છે. અહીં 781 દર્દીઓ સારવાર હેઠળ હાલ 27 બેડ ઉપલબ્ધ છે. સમરસ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે 516 બેડ ઓક્સિજન સાથેની સુવિધા સાથે કાર્યરત 487 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ અહીં 29 બેડ ખાલી છે. ISIS સેન્ટર ખાતે 41 બેડની સુવિધા છે. હાલ તમામ બેડ ઉપલબ્ધ ગોંડલ સ્થિત ડેડીકેટેડ હેલ્થ સેન્ટર ખાતે 81 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કુલ 82 બેડ કાર્યરત છે.

આ પણ વાંચો : વડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ

જસદણ સબ ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે 24 બેડ ઓક્સિજન સાથે મળી કુલ 27 બેડની સુવિધા

81 દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ 1 બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટર ખાતે 197 પૈકી 177 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત છે. હાલ 171 દર્દીઓ સારવાર હેઠળ તેમજ 26 બેડ ઉપલબ્ધ છે. જસદણ સબ ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે 24 બેડ ઓક્સિજન સાથે મળી કુલ 27 બેડની સુવિધા છે. અહીં 24 દર્દીઓ સારવાર હેઠળ તેમજ 3 બેડ ઉપલબ્ધ છે. ધોરાજી સબ ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના 35 મળી કુલ 70 બેડનું સુવિધા છે. અહીં કુલ 70 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : વડોદરાની તમામ ખાનગી હોસ્પિટલોમાં વૈકલ્પિક સર્જરીઓ મુલતવી રાખવા આદેશ

ખાનગી હોસ્પિટલોમાં 1,300 બેડ કાર્યરત અને 926 બેડમાં ઓક્સિજનની સુવિધા


ખાનગી હોસ્પિટલોના બધા મળી 1,300 બેડ કાર્યરત અને 926 બેડ ઓક્સિજનની સુવિધા સાથે છે. હાલ 1,308 દર્દીઓની સારવાર ચાલી રહી છે જયારે 2 બેડ ખાલી છે. PDU હોસ્પિટલ ખાતે 205 તેમજ ખાનગી હોસ્પિટલમાં 384 મળી કુલ 583 વેન્ટિલર ઉપલબ્ધ હોવાનું આરોગ્યતંત્રની યાદીમાં જણાવાયું છે.

Last Updated : Apr 15, 2021, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details