રાજકોટ: તાજેતરમાં જ રાજકોટની ભાગોળે આવેલા પરા પીપળીયા વિસ્તારમાં આતંક મચાવનારા દીપડાને વન વિભાગે પાંજરે પુર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે ગુરૂવારે વહેલી સવારે દીપડો આજીડેમ 2 નજીકથી પાંજરે પુરાયો હતો.
રાજકોટમાં આતંક મચાવનારો દીપડો પાંજરે પુરાયો - panther LATEST NEWS
રાજકોટના પરા પીપળીયા વિસ્તારમાં દીપડાએ છેલ્લા કેટલાંક દિવસોથી આતંક મચાવ્યો છે. ત્યારે ગુરૂવારે વહેલી સવારે વનવિભાગ દ્વારા દીપડાને આજીડેમ-2 નજીકથી પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટમાં આતંક મચાવનાર દીપડો ઝડપાયો
હાલ, વનવિભાગ દ્વારા તેને રાજકોટ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જેવા શહેરમાં પણ દીપડો આવી ચડતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાએ રાજકોટના પરા પીપળીયાની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આતંક ફેલાવ્યો હતો. જે ઝડપાઇ જતા ગ્રામજનોને રાહત થઈ હતી.