- જેતપુરમાં શિક્ષક દ્વારા ચલાવવામાં આવતો હતે અડ્ડો
- LCB દ્વારા છાપો મારી શકુનીઓને ઝડપી પડવામાં આવ્યા
- 2,29,400 મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપી પડવામાં આવ્યા
રાજકોટઃરાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા શિક્ષક દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યા હતો. બહારથી લોકોને બોલાવી જુગારના રમાડવામાં આવી રહ્યા હતો. LCB દ્વારા છાપો મારી વાડી માલિક સહિતના શકુનીઓને ઝડપી પડવામાં આવ્યા હતા.
શિક્ષક દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યા હતો
રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા શિક્ષક દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યા હતો. બહારથી લોકોને બોલાવી જુગારના રમાડવામાં આવી રહ્યા હતો. LCB દ્વારા છાપો મારી વાડી માલિક સહિતના શકુનીઓને ઝડપી પડવામાં આવ્યા હતા. જેતપુર શહેરમાં રહેતો એક શિક્ષક પેઢલા ગામે આવેલા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તીન પતિનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે LCBએ છાપો મારી વાડી માલીક સહિત 6 શખ્સોને 2 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
શિક્ષક બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ચલાવતો હતો અડ્ડો
પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુર શહેરના વેકરીયા નગર વિસ્તારમાં રહેતો અને પેઢલા ગામે વાડી ધરાવતો જે પોતે શિક્ષક તરીકેની નોકરી કરે છે. તે દિનેશ ધનજીભાઈ વાલાણી પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી પોતાના અંગત આર્થિક ફાયદા માટે તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે LCBએ રેઇડ કરી હતી.
આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ હવાલે કરાયા
આ રેડમાં દિનેશ ધનજી વાલાણી, જયેશ વસંત જયસ્વાલ- જલારામ મંદિર પાસે, ભરત કેશુભાઈ માલવીયા, બાવાવાળાપરા ધાબી પાસે હરી રવજી ધામી, ટાકુડીપરા જેતપુર અને અતુલ મનુભાઈ કોઠારી, વડાલ તેમજ કિરીટ હંસરાજભાઈ મોવલિયા, પેઢલાવાળાઓને રોકડ રકમ 1,23,400 તેમજ એક ઇન્ડિકા કાર, બે બાઇક કિંમત રૂપિયા 80 હજાર તેમજ 7 મોબાઈલ કિંમત રૂપિયા 26 હજાર સાથે કુલ 2,29,400 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ તમામ આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જેતપુર તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.