- રાજકોટમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો
- રાજકોટ સિવિલમાં મ્યુકરમાયકોસીસ માટે અલગ વૉર્ડ ઉભો કરાયો
- આજે શુક્રવારથી મ્યુકરમાયકોસીસનો નવો વૉર્ડ શરૂ કરાયો
રાજકોટઃ શહેરમાં કોરોનાનું જોર ઘટતા થોડી રાહત સર્જાઈ રહી હતી. ત્યાં હવે કોરોનાના કારણે ઉદભવેલી તેનાથી પણ ખતરનાક બીમારી મ્યુકરમાયકોસીસના કેસમાં ધડાધડ વધારો થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે શુક્રવારથી મ્યુકરમાયકોસીસનો નવો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તેના લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે. તેમજ સારવાર આપવામાં આવશે.
રાજકોટ સિવિલમાં મ્યુકરમાયકોસીસ માટે અલગ વોર્ડ ઉભો કરાયો આ પણ વાંચો : અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો, મ્યુકરમાઇકોસિસ રોગથી એક વૃદ્ધનું મોત
મ્યુકર માયકોસીસનો માટે 30 બેડનો વૉર્ડ બનાવાયો
રાજકોટ સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓમાં સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. જેમાં આંખ, નાક, ગળામાં થતા જોખમી ગ્રસવાળા આ રોગ માટે સર્જરી અનિવાર્ય બની જાય છે. જ્યારે આ રોગમાં ઉપયોગમાં લેવાતા ઇજેક્શન પણ ખુબ મોંઘા છે. આ ચેપી રોગ છે અને તેમાં પણ દર્દીની સ્થિતિ મુજબ તેને ઓક્સિજન- વેન્ટીલેટરની જરૂર પડે છે. એટલે સિવિલમાં મનોચિકિત્સા વૉર્ડમાં મ્યુકરમાયકોસીસનો અલગ વોર્ડ આજે શુક્રવારથી શરૂ કરવામાં આવ્યો છે. જેની બેડની ક્ષમતા 30ની છે.
આ પણ વાંચો : સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની
મ્યુકરમાયકોસીસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલાયા
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો થયો છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ 30 બેડનો વૉર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જે દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીને પણ અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે. મ્યુકરમાયકોસીસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્દ્ધ છે.