રાજકોટ : સમગ્ર ઘટનાની મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની ભાગોળે આવેલા માંડાડુંગર વિસ્તાર પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ ગિરિરાજ ઇમ્પેક્ષ બે દિવસ પહેલા ખેતીવાડી વિભાગ દ્વારા દરોડા પડવામાં આવ્યા હતા. જ્યારે અહીંથી તપાસ દરમિયાન 373 સબસિડી વાડી નિમ્ન યુરિયાની થેલી ખેતીવાડી વિભાગે કબજે કરી છે. જ્યારે આ યુરિયામાંથી કેમિકલ બનાવામાં આવતું હતું.
A scam of making chemicals : રાજકોટમાં યુરિયા માંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ
રાજકોટ ખેતીવાડી વિભાગ દ્વારા બે દિવસ પહેલા શહેરના માંડા ડુંગર વિસ્તારમાં આવેલ કારખાનામાં દરોડો પડવામાં આવ્યો હતો. જે દરમિયાન યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. જ્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હવે આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે રાજકોટમાં યુરીયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
Published : Oct 30, 2023, 7:00 AM IST
યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ પ્રથમ વખત ઝડપાયું :જો કે ક્યાં પ્રકારનું કેમિકલ બનાવામાં આવ્યું હતું અને ક્યાંથી આ યુરિયા લઈને આવવામાં આવતું હતું. તેમજ કેમિકલ કોને વહેંચવામાં આવતું હતું. આ સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં આ પ્રકારે યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ પ્રથમ વખત ઝડપાયું છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પોલિસે સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી તપાસ દરમિયાન કારખાનામાં કામ કરતો સુરેશ અમરશી પટેલ નામનો શખ્સ મળી આવ્યો હતો. જેની પણ હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે આ કારાખાનાનો માલિક અશ્વિન સાદરિયા હોવાનું સામે આવ્યું છે. જેની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટમાં આ પ્રકારનું યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ખેતીવાડી વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જ્યારે ખેતીવાડી વિભાગ દ્વારા જ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.