- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે સ્થપાશે ઓક્સિજન પ્લાન્ટ
- રશિયાની કંપની દ્વારા બનાવવામાં આવશે ઓક્સિજન પ્લાન્ટ
- રોશનફેટ કંપની દ્વારારાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરાશે
રાજકોટ : કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ( Rajkot Civil Hospital )માં પણ આગામી દિવસોમાં રૂપિયા 10 કરોડના ખર્ચે નવો ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે. જેના માટે રશિયાની કંપનીએ તૈયારી દર્શાવી છે.
રૂપિયા 10 કરોડના ખર્ચે રશિયાની કંપની બનાવશે ઓક્સિજન પ્લાન્ટ