રાજકોટઃ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં એડવોકેટની હત્યામા ઝડપાયેલા મધ્યસ્થ જેલમાં કાચાકામના કેદી તરીકે રહેલા અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલા કાચાકામના કેદીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપ્યો - રાજકોટ મધ્યસ્થ જેલ
રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનમાં એડવોકેટની હત્યામા ઝડપાયેલા મધ્યસ્થ જેલમાં કાચાકામના કેદી તરીકે રહેલા અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના ડી.આઇ.જી. પી. સંદીપ સિંહ દ્વારા રેન્જમાં પેરોલ-ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. પોલીસ અસરકારક કામગીરી કરવા સ્કવોડના પોલીસ ઇન્સપેક્ટર જે.એસ.ડેલાનાઓને સુચના કરેલી હતી. જે અન્વયે રાજકોટના એડવોકેટ સ્વ. ધીરુભાઇ ખાચરની જસદણના ભડલી ગામ ખાતે જુન-૨૦૧૮માં થયેલ હત્યાનો ગુનો આઇ.પી.સી. કલમ ૩૦૨ તથા આર્મસ એકટ સહીતનો જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાડ નોંધાયેલી હતી, તેમાં પકડાયેલા અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા અને 30 દિવસના વચગાળાના જામીન પર છુટી છેલ્લા-સાડા ચાર માસથી ફરાર થયેલા કાચા કામના કેદી ભડલીના રહેવાસી કરણભાઇ ગભરુભાઇ ખાચરને માહિતીના આધારે પકડી પાડવામાં આવ્યો છે.