- મકાનમાં ફાયરના કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો.
- 7 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડો બેભાન અવસ્થામાં પાંજરે પુરાયો
- પકડાયેલ દીપડાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે
રાજકોટ: ગોંડલના ભગવતપરાના મકાનમાં ઘુસેલો દીપડો 7 કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો - forest department of rajkot
ગોંડલના ભગવતપરામાં શાળા નં 5ની પાછળ આવેલા એક મકાનમાં દીપડો ઘુસી જતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની ગોંડલ વહીવટી તંત્રને જાણ થતા મામલતદાર, નગરપાલિકા ફાયર, શહેર પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ગોંડલના ભગવતપરાના મકાનમાં ઘુસેલો દીપડો 7 કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો
રાજકોટ: ફોરેસ્ટ વિભાગની ટીમ અને ફાયરના કર્મચારીઓએ મકાનમાં દીપડો છે કે નહીં તે તપાસવા જતા અચાનક જ દીપડાએ ફાયરના કર્મચારી પર હુમલો કર્યો હતો. જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. મકાનમાં ઘુસેલા દીપડાને પકડવા માટે રાજકોટ, ગોંડલ અને જૂનાગઢ ફોરેસ્ટ વિભાગ ટીમની મદદ લેવાઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા મકાનમાં રહેલા દીપડાને પાંજરામાં પૂરવા ગનની મદદથી ઇન્જેક્શન આપીને દીપડાને બેભાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.