રાજકોટ: જેતપુરના મોટા ગુંડાળા ગામે ફરેણી સ્વામિનારાયણ સ્કૂલની બસે વિદ્યાર્થિનીને અડફેટે લેતા ધોરણ ચારમા અભ્યાસ કરતી નવ વર્ષની વિદ્યાર્થીનિનું મોત થયું છે. આ ઘટનામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મુકવા માટે બસ આવી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની નવ વર્ષીય બાળકીનું મોત થયું છે ત્યારે આ અકસ્માત બાદ બસમાં કિલિન્ડર ન હોવાથી ઘટના બની હોવાના મૃતકના કાકા એ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચોઃRajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ
બસમાં કીલીન્ડર ન હોવાથી આ ઘટના બનીઃ અકસ્માતની બનેલી આ ઘટના બાદ ડોકટકર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીનિનું પીએમ કરવાની ના પાડતા હોવાની ફરિયાદ આવતા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા દોડી આવ્યા હતા અને તબીબને ગાળો ભાંડી ખખડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરેણી સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલ બસે ધોરણ ચારમાં અભ્યાસ કરતી કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની નવ વર્ષીય બાળકીનું બસની અડફેટે આવી જતાં અકસ્માતે મોત થયું છે. આ ઘટનામાં સ્કૂલ બસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મૂકવા માટે બસ આવી હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ મૃતક બાળકીના કાકાએ આક્ષેપ કર્યો છે કે, બસમાં કોઈ કીલીન્ડર ન હોવાથી આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. અકસ્માતે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડીઃ અકસ્માતે બનેલી આ ઘટના બાદ બાળકીનું મોત થતા બાળકીના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતે બનેલી આ ઘટના બાદ જેતપુર તાલુકા પોલીસ પણ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની અંદર ડોક્ટર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા હોવાની બાબત સામે આવતા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ડોક્ટરને ગાળો ભાંડી ખખડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.