- પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી
- વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું
- ટ્રાફિકના અલગ-અલગ કરવામાં આવેલા કાર્યો અંતર્ગત બેઠક કરવામાં આવી
રાજકોટ :પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી હતી. આ મિટિંગ રોડ સેફ્ટી, ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અર્થે કરી હતી. આ મિટિંગ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેર વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. સંલગ્ન વિભાગ દ્વારા જે-તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલ.ઈ.ડી. લાઇટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું CPએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : એલ.આર. ડી. મહિલાઓને ટ્રાફિકની સમજણ આપી વિશ્વ મહિલા દિવસની કરવામાં આવી ઉજવણી