રાજકોટ મહાનગરપાલિકા અને ટ્યુશન સંચાલક મંડળ વચ્ચે યોજાઈ બેઠક - Banchhanidhi pani
રાજકોટઃ રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મનપા અને ટ્યુશન ક્લાસીસ સંચાલક મંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ફાયરબ્રિગેડ, આરોગ્ય અને ટાઉન પ્લાનીંગ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટ્યુશન કલાસીસ સંચાલકોને નિયમો અંગે માહિતગાર કરાયા હતા.
સુરતમાં અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મનપા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ નિતીનિયમ વિરૂદ્ધના ક્લાસીસોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીની અધ્યક્ષતા હેઠળ ક્લાસીસ સંચાલકો વચ્ચે બેઠક યોજવામાંં આવી હતી. જેમાં ફાયર સેફટીને લઇને માહિતી આપવામાં આવી હતી. તેમજ જો ધારા ધોરણો પ્રમાણે ક્લાસીસ નહીં હોય તો ચેકીંગ કર્યા બાદ તંત્ર દ્વારા 48 કલાકમાં NOC કાઢી આપવામાં આવશે.